Navigation

 books@bvks.com  +91-70168 11202
Srila Prabhupada Books

શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર

By ભક્તિ વિકાસ સ્વામી
 250

શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર ' એ શ્રીપાદ ભક્તિ વિકાસ સ્વામી દ્વારા રચિત શ્રી ભક્તિસિદ્ધાંત વૈભવ ના પ્રથમ ભાગમાં પ્રકાશિત થયેલ શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના જીવન - ચરિત્રનું ગુજરાતી સંસ્કરણ છે . તેમની સાથે રહેલા શિષ્યોએ કહેલી ઘટનાઓથી ભરપૂર આ ભક્તિમય , દાર્શનિક , સાંસ્કૃતિક , અને ઐતિહાસિક અધ્યયન , પરમેશ્વરના એક શક્તિ સંપન્ન રાજદૂતની પ્રવૃત્તિઓ , ઉપદેશો , અને ચારિત્ર્યની અનુભૂતિઓ પ્રદાન કરે છે .

શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે શુદ્ધ કૃષ્ણભાવનામૃતને પુનર્જીવિત કરીને તથા પ્રભાવશાળી પણ તેનું પ્રસારણ કરીને ધાર્મિક ઈતિહાસને બદલી નાંખ્યો હતો . ઢોંગી ધર્મોની વિરુદ્ધ સંઘર્ષ કરવામાં રહેલી તેમની નિડરતાએ તેમને સિંહગુરુ ની ઉપમા અપાવી – તેમ છતાં પણ તેમનું હૃદય દિવ્ય કૃષ્ણપ્રેમ સાથે ફૂલ જેવું કોમળ હતું . વીસમી સદીની શરૂઆતમાં બંગાળમાં રહીને અને ભારતભરમાં પ્રવાસ ખેડીને , શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે , પાછળથી વિશ્વવ્યાપી બનેલા હરે કૃષ્ણ આંદોલનના પ્રસારણનો પાયો નાંખ્યો અને તેના પ્રેરક તથા માર્ગદર્શક બન્યા .


Share:
Nameશ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર
PublisherBhakti Vikas Trust
BindingHardcover
Pages320
Weight545 gms
ISBN9789382109402

Submit a new review

You May Also Like