જયારે વરસાદની ઋતુમાં કેડીઓ ઘાસ, કુડા-કચરા ઈત્યાદીથી ઢંકાય જાય છે તથા વપરાશના અભાવે પથ અગોચર બની જાય છે ત્યારે ખરો માર્ગ કયો છે એ ખોળી કાઢવું અઘરું બની જાય છે. તેવી જ રીતે વર્તમાન સમયમાં વૈદિક ગ્રંથોની શિક્ષાના અભાવે તથા મનોકલ્પનાઓને જ સત્ય ગણનાર સમાજ માટે આધ્યાત્મિક પ્રગતિનો વાસ્તવિક માર્ગ એક જટિલ કોયડો બની ગયો છે. સમયાંતરે અનેક ભળતા માર્ગો પણ ઉપજી આવ્યા છે. પરંતુ શું આ બધા માર્ગો આપણને પરમ લક્ષ્ય સુધી પહોચાડી શકે? શું જેટલા મત તેટલા પથ છે અને બધા પથો એક જ જગ્યા એ જાય છે? ના. ઉપરાંત આ સંઘર્ષમય કળીયુગમાં ભક્તિમાર્ગ પણ લાખો કાંટાઓ-અવરોધો ગ્રસ્ત થયેલ છે. આ પરિસ્થિતિઓમાં શુદ્ધ ભક્તિનું જ્ઞાન હોવું અસંભવ બની ચુક્યું છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કૃપા કરીને આ ભક્તિપથને ઉજાગર કર્યો છે તથા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તેને વિશ્વભરના લોકો માટે સુલભ બનવ્યો છે. તો ચાલો, ભક્તિપથ પર ભક્તોના સંગમાં આગળ વધીએ અને જીવનની સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરીએ.
Name | ભક્તિપથ |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2017 |
Binding | Paperback |
Pages | 266 |